માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી

20 Feb 2018

વાર્ષિકોત્સવ-૨૦૧૮

મારા વ્હાલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો ભાવ ભર્યા વાર્ષિકોત્સવના આમંત્રણ સાથે જો આપ આવનારા વાર્ષિકોત્સવ-૨૦૧૮ (૨૪-૦૨-૨૦૧૮)ના શુભ દિને આપનું શાળા વિશેનું વક્તવ્ય અથવા આપના ભણતરના દિવસોના સમય દરમ્યાન આપના અનુભવો રજુ કરવા ઈચ્છિત હોવ તો આપશ્રી આપની રજૂઆત પોતાના અવાજમાં રેકોર્ડ કરી ઈનબોક્સમાં ઓડિયો કલીપ મોકલી શકો છો. પસંદગી થયેલ વિદ્યાર્થીની કલીપને વાર્ષિકોત્સવના શુભ દિને પોતાનું વક્તવ્ય સ્ટેજ પર રજુ કરવાનો અવસર મળશે.
નોંધ: 
૧. કલીપ મોકલતી વખતે બિનજરૂરી અવાજ ન આવવો જોઈએ.
૨. મેસેજમાં પોતાનું પુરું નામ,સરનામું,ફોન નંબર દર્શાવવાનું રહેશે.

12 Dec 2017

મેડીટેશન કાર્યક્રમ

સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે ધો-૧૦ તથા ધો-૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ મનુષ્યમાં રહેલ આંતરમનની શક્તિનો ઉપયોગ કરીને જીવનમાંથી નકારાત્મકતા દુર કરી, મેડીટેશન દ્વારા જાગૃત તથા અર્ધ જાગૃત મન પર પોતાનો કાબુ રાખી,કેવી રીતે યાદ શક્તિ વધારી શકાય તેવો સુંદર મજાનો કાર્યક્રમ હરિઓમ રીસર્ચ ટ્રેનીંગ & હિલીંગ ચેરીટેબલ ફાઉન્ડેશન-નવસારીના શ્રીમાન દિલીપભાઈ પારેખ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ મેડીટેશનનો લાભ ઉઠાવ્યો હતો.














1 Dec 2017

યોગાસન

સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે તા.૧/૧૨/૨૦૧૭ને શનિવારના રોજ  સવારે યોગાચાર્ય શ્રી સ્વામી બાબા-રામદેવના શિષ્ય એવા જયપાલ યોગી સ્વામી દ્વારા સંસ્કાર વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓને મનુષ્ય જીવનના બાળપણ,યુવાની તથા વ્રદ્ધા સમયે યોગનું મહત્વ તથા વિવિધ યોગ કરવાના ફાયદા દર્શાવતો એક સુંદર મજાનો શિબિર યોજાયો જેમાં શાળાના બાળકો તેમજ શિક્ષકોને વિવિધ પ્રકારના યોગાસન કરાવી દરેક આસનથી થતા ફાયદાની સમજ આપી હતી જેનો દરેક વિદ્યાર્થીએ તેમજ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સંપૂર્ણ લાભ લીધો હતો.